૧૮. અને આ લોકો અલ્લાહને છોડીને એવી વસ્તુઓની બંદગી કરે છે, જે ન તો તેમને કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો તેમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને કહે છે કે આ લોકો અલ્લાહની સમક્ષ અમારા માટે ભલામણ કરશે. તમે કહી દો કે શું તમે અલ્લાહને એવી વસ્તુની જાણ આપી રહ્યા છો, જે અલ્લાહ તઆલાને આકાશો અને જમીનમાં ખબર જ નથી, તે આ પ્રમાણની વસ્તુથી પવિત્ર અને સર્વગ્રાહી છે, તે લોકોના ભાગીદાર ઠેરાવવાથી.