૧૯. પરંતુ તે લોકોએ કહ્યું, કે હે અમારા પાલનહાર! અમારી મુસાફરી દૂર-દૂર કરી દે, તે લોકોએ (આવું કહીને) પોતે જ પોતાના હાથો વડે પોતાનું ખરાબ ઇચ્છયું, એટલા માટે અમે તેમને (પાછલા લોકોની જેમ) વિખેરી નાંખ્યા અને તેમના ટુકડે-ટુકડા કરી નાંખ્યા, નિ:શંક દરેક સબર કરનાર અને આભારી માટે આમાં ખૂબ શિખામણો છે.