૨૨. જ્યારે દરેક કર્મોનો ફેંસલો કરી દેવામાં આવશે તો શેતાન કહેશે કે અલ્લાહએ તો તમને સાચું વચન આપ્યું હતું અને તે સાચો હતો, અને મેં પણ તમને વચન આપ્યું હતું, જેનું મેં વચનભંગ કર્યું, મારું તમારા પર કોઈ દબાણ હતું જ નહીં, હાં મે તમને પોકાર્યા અને તમે મારી વાતોને માની લીધી, તમે મારા પર આરોપ ન લગાવો, પરંતુ પોતે પોતાને જ દોષી માની લો, (આજ) ન હું તમારી ફરિયાદ સાંભળી શકું છું અને ન તો તમે મારી, આ પહેલા તમે લોકો મને અલ્લાહ સાથે ભાગીદાર ઠહેરાવતા રહ્યા,હું તો તેનો ઇન્કાર કરું છું, આવા જાલિમ લોકો માટે સખત અઝાબ છે.