૭. (આખિરતનો) ઇન્કાર કરવાવાળાઓએ એવું વિચારી લીધુ છે કે તેઓ ફરી વાર જીવિત કરવામાં નહીં આવે, તમે ટીમને કહીં દો કે કેમ નહીં? અલ્લાહની કસમ! તમે ચોક્કસ ફરીવાર જીવિત કરવામાં આવશો. પછી જે કંઇ પણ તમે કરતા રહ્યા, તેની ખબર (તમને) આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ઘણું સરળ છે.