૨૯. જ્યારે મૂસાએ સમયગાળો પૂરો કરી લીધો અને પોતાના ઘરવાળાઓને લઇને ચાલ્યા, તો “તૂર” નામના (પર્વત) તરફ આગ જોઇ, મૂસા પોતાના ઘરવાળાઓને કહેવા લાગ્યા, ઊભા રહો! મેં આગ જોઇ છે, શક્ય છે કે હું ત્યાંથી કોઈ જાણકારી લઇને આવું અથવા આગનો કોઈ અંગારો લઇ આવું જેથી તમે તાપણું કરી લો.