૨૫. એટલા માંજ તે બન્ને સ્ત્રીઓ માંથી એક સ્ત્રી તેમની તરફ શરમાઇને આવી અને કહેવા લાગી કે તમે અમારી બકરીઓને જે પાણી પીવડાવ્યું છે, એટલા માટે અમારા પિતા તમને બોલાવે છે, જેથી તમને તેનું વળતર આપે. જ્યારે મૂસા તેમની પાસે પહોંચ્યા અને તેમની સામે પોતાની સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું, તો તે કહેવા લાગ્યા હવે ડરો નહીં, તમે તે જાલિમ કોમથી બચી ગયા છો.