૯૬. (અને સત્ય વાત તો એ છે, હે નબી!) સૌથી વધારે દૂનિયાના જીવન માટે લોભી, તમે તેઓને જ જોશો, આ જીવનના લોભી મુશરિકો કરતા પણ વધારે લોભ્યા છે, તેઓ માંથી તો દરેક વ્યક્તિ એક હજાર વર્ષની વય ઇચ્છે છે, જો તેઓને આ વય આપવામાં પણ આવે તો પણ તેઓને અઝાબથી છુટકારો નહી અપાવે, અલ્લાહ તઆલા તેઓના કાર્યોને ખુબ જ સારી રીતે જોઇ રહ્યો છે.