૨૮૨. હે ઇમાનવાળાઓ! જ્યારે તમે અંદર અંદર એકબીજાને નક્કી કરેલ સમય સુધી ઉધારીની આપ-લે કરો તો તેને લખી લો, અને લખવાવાળા તમારી વચ્ચે ન્યાય સાથે વ્યવહાર કરે, અને અલ્લાહ તઆલાએ જેને લખવાની લાયકાત આપી હોય તો તેણે લખવાનો ઇન્કાર ન કરવો જોઇએ, અને જેના શિરે દેવું હશે, તે નોંધણી માટેનો જવાબદાર રહેશે, તે અલ્લાહથી ડરે અને લખાણમાં કંઇ ઘટાડો ન કરે, હાઁ જો દેવાદાર અણસમજું હોય અથવા અશકત હોય અથવા લખવા માટેની શક્તિ ન ધરાવતો હોય તો પછી તેની તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ ન્યાય સાથે લખાવી દે અને આ બાબતે પોતાના માંથી બે (મુસલમાન) પુરૂષોને સાક્ષી બનાવી લો, જો બે પુરૂષો ન હોય તો એક પુરૂષ અને બે સ્ત્રીઓને બનાવી લો, જો તેમાંથી એક ભૂલી જાય તો બીજો તેને યાદ અપાવી દે અને જ્યારે સાક્ષીઓને બોલાવવામાં આવે તો ઇન્કાર ન કરે, અને મામલો નાનો હોય કે મોટો સમયગાળો નક્કી કરી તેને લખી લેવામાં સુસ્તી ન કરો, અલ્લાહ તઆલા પાસે આ વાત ઘણી જ ન્યાયવાળી છે અને તમે શંકામાં નહીં પડો, હાઁ જે વેપાર ધંધામાં આપ-લે કરો છો, અને તે તમે અંદરો અંદર રોકડ કરી લો છો, તેને ન લખો તો પણ કંઈ વાંધો નથી, અને સોદો કરતી વખતે પણ સાક્ષીઓ નક્કી કરી લો, અને લખવાવાળાને તકલીફ આપવામાં ન આવે, અને ન તો સાક્ષીઓને તકલીફ આપવામાં આવે, જો તમે આમ કરશો તો ગુનાહનું કામ કરશો, અલ્લાહ તઆલાથી ડરો, અલ્લાહ તમને શિખવાડી રહ્યો છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને ખુબ સારી રીતે જાણવાવાળો છે.