૨૫૭. અલ્લાહ તે લોકોનો દોસ્ત છે, જેઓ ઈમાન લાવ્યા, તે તેઓને (કૂફર અને શિર્કના) અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે છે અને જે લોકોએ કૂફર કર્યું તેમનો દોસ્ત તાગૂત છે, તે તેઓને પ્રકાશ માંથી કાઢી અંધકાર તરફ લઇ જાય છે, આ લોકો જહન્નમી છે, જે હંમેશા તેમાંજ પડયા રહેશે.