૨૪૭. અને તેઓને તેમના પયગંબરે કહ્યું કે અલ્લાહ તઆલાએ તાલૂતને તમારો સરદાર બનાવી દીધો છે, તેઓ કહેવા લાગ્યા, તેની સરદારી અમારા પર કેવી રીતે હોઇ શકે? તેનાથી વધારે સરદારીનો અધિકાર તો અમને છે, તેની પાસે કંઈ પણ ધન દૌલત પણ નથી, પયગંબરે કહ્યું! અલ્લાહ તઆલાએ તેને જ તમારા પર (સરદારી માટે) પર નક્કી કર્યો છે અને તેને જ્ઞાન અને તાકાત પણ આપવામાં આવી છે, અલ્લાહ જેને ઇચ્છે પોતાનું રાજ્ય આપે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી, જ્ઞાની છે.