૨૪૦. જે લોકો તમારા માંથી મૃત્યુ પામે અને પત્નિઓ છોડી જાય, તે વસિય્યત કરે કે એક વર્ષ સુધી તેમનો ખર્ચ આપવામાં આવશે, તેણીઓને ઘરમાંથી કાઢવામાં ન આવે, જો તેણીઓના વિચારમાં પોતાના માટે કોઈ સારો ઉપાય હોય અને તે પોતે નીકળી જાય તો તમારા પર તેમાં કોઇ ગુનોહ નથી, અલ્લાહ તઆલા વિજયી, હિકમતવાળો છે.