૨૧૩. (શરૂઆતમાં) દરેક લોકો એક જ ઉમ્મત હતા, (પછી તેઓએ અંદરો અંદર મતભેદ કરવા લાગ્યા) તો અલ્લાહ તઆલાએ પયગંબરોને શુભસુચના આપનારા અને ડરાવનારા બનાવીને મોકલ્યા અને તેમની સાથે-સાથે સત્ય વાતની પુષ્ટિ માટે કિતાબ પણ ઉતારી, જેથી તેઓ લોકો વચ્ચે તેમના ઝઘડાઓનો નિર્ણય કરી દે, અને ફક્ત તે લોકો, જેમની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા છતાંય પણ તેઓએ પોતાના વિદ્રોહ અંદરો અંદર મતભેદ કર્યો, અને જે લોકો પયગંબરો પર ઈમાન લઈ આવ્યા, તેઓને અલ્લાહ તઆલાએ પોતાની ઇચ્છાથી તેમને આ બાબતે સત્ય માર્ગ બતાવી દીધો, અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે, સત્ય માર્ગદર્શન આપે છે.