૧૮૯. લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (નીબંદગી) નો સમય અને હજ્જના દિવસો માટે છે, (એહરામ ની સ્થિતીમાં) ઘરોની પાછળથી તમારૂ આવવું કોઈ સદકાર્ય નથી, પરંતુ નેકી તો તે છે, જે ડરવાવાળો હોય, એટલા માટે ઘરોના દરવાજાઓથી જ આવો, અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે સફળ બની જાવ.