૧૮૬. (અને હે નબી!)જ્યારે મારા બંદાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો કે હું ઘણો જ નજીક છું, દરેક પોકારવાવાળાની પોકારને જ્યારે પણ તે મને પોકારે, હું તેની પોકારને કબૂલ કરું છું, એટલા માટે તેઓ મારો આદેશ માને અને મારા પર જ ઇમાન ધરાવે, આશા છે કે તેઓ હિદાયત મેળવી લે.