૧૮૫. રમઝાન તે મહિનો છે, જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું છે, જે લોકો માટે હિદાયત છે, અને તેમાં હિદાયત તેમજ સત્ય અને અસત્ય વાતની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે, તમારા માંથી જે વ્યક્તિ આ મહિનો મેળવી લે, તેના માટે મહિનાના સંપૂર્ણ રોઝા રાખવા જરૂરી છે, હાઁ જે બિમાર હોય અથવા મુસાફર હોય તેણે બીજા દિવસોમાં આ ગણતરી પુરી કરી લેવી જોઇએ, (કારણકે) અલ્લાહ તઆલા તમારી સાથે સરળતા ઈચ્છે છે, કઠિનાઈ નહી, તે ઇચ્છે છે કે તમે ગણતરી પુરી કરી લો અને અલ્લાહ તઆલાએ આપેલા માર્ગદર્શન પર તેની પ્રસન્નતાનું વર્ણન કરો અને તેનો આભાર માનો.