૧૬૫. (આ નિશાનીઓ જોઈ લીધા પછી પણ) કેટલાક લોકો એવા પણ છે, જેઓ અલ્લાહના ભાગીદાર ઠેરાવીને તેઓથી એવી મુહબ્બત કરે છે જેવી મુહબ્બત અલ્લાહથી હોવી જોઇએ, અને ઇમાનવાળાઓ સૌથી વધારે અલ્લાહથી જ મુહબ્બત કરે છે, કદાચ જાલિમો જ્યારે અલ્લાહનો અઝાબ જોઇ લેશે તો (જાણી લેશે) કે દરેક પ્રકારની તાકાત અલ્લાહ પાસે જ છે, અને અલ્લાહ સખત અઝાબ આપનાર છે.