૧૬૪. આકાશો અને ધરતીના સર્જનમાં, રાત-દિવસના આવવા જવામાં, અને તે હોડીમાં, જે લોકોને ફાયદો પહોંચાડવાવાળી વસ્તુઓને લઇને સમુદ્રોમાં ચાલે છે, અલ્લાહ તઆલાનું આકાશ માંથી પાણી વરસાવી મૃત ધરતીને જીવિત કરી દેવામાં, અને તેમાં દરેક સજીવને ફેલાવી દેવામાં, હવાઓના પરિભ્રમણમાં અને તે વાદળમાં, જે આકાશ અને ધરતી વચ્ચે આજ્ઞાકિત બનીને રહે છે, તેમાં બુધ્ધીશાળી લોકો માટે અલ્લાહની નિશાનીઓ છે.