૧૫૦. અને જે જગ્યાથી તમે નીકળો તો (નમાઝના સમયે) પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો અને જ્યાં પણ તમે હોવ પોતાનું મોઢું તેની જ તરફ કર્યા કરો, જેથી લોકોનો કોઇ પુરાવો તમારા વિરુદ્ધ બાકી ન રહે, પરંતુ તેમના માંથી જેઓ અન્યાયી છે, (તેઓ વિરોધ કરતા જ રહેશે) તમે તેમનાથી ન ડરો, મારાથી જ ડરો જેથી તમારા પર પોતાની કૃપા પૂરી કરું અને એટલા માટે પણ કે તમે હિદાયત મેળવી લો.