૧૨૦. અને યહુદી તેમજ નસ્રાનીઓ તમારાથી ક્યારેય રાજી નહી થાય, જ્યાં સુધી કે તમે તેઓના દીનનું અનુસરણ ન કરવા લાગો, તમે તેમને કહી દો કે હિદાયત તો તે જ છે, જે અલ્લાહએ આપી છે અને જો તમે પોતાની પાસે જ્ઞાન આવી ગયા છતાંય તેઓની મનેચ્છાઓનું અનુસરણ કરશો, તો તમને અલ્લાહથી બચાવવા માટે કોઈ દોસ્ત અથવા મદદ કરનાર નહીં હોય.