૧૦૯. (હે મુસલમાનો) કિતાબવાળાઓ માંથી ઘણા લોકો હસદના કારણે એવું ઇચ્છે છે કે તમારું ઈમાન લાવ્યા પછી તમને ફરીવાર કાફિર બનાવી દે, તેમના પર સત્ય સ્પષ્ટ થઈ ગયા છતાંય, (હે મુસલમાનો) તમે તેઓને માફ કરી દો અને દરગુજર કરો, ત્યાં સુધી કે અલ્લાહ તઆલા પોતાનો આદેશ લઇ આવે, ખરેખર અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.