૧૫૮. તમે કહી દો કે હે લોકો! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું જેનું સામાર્જ્ય આકાશો અને ધરતી પર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ આપે છે, તો અલ્લાહ તઆલા પર ઈમાન લાવો અને તેના અભણ પયગંબર પર, જે અલ્લાહ તઆલા પર અને તેના આદેશો પર ઈમાન ધરાવે છે અને તેનું જ અનુસરણ કરો, જેથી તમે સત્યમાર્ગ પર આવી જાઓ.