૪૧. અને જાણી લો કે તમે જે પ્રકારની પણ ગનીમત (યુદ્ધમાં મળેલ માલ) પ્રાપ્ત કરો, તેમાંથી પાંચમો ભાગ અલ્લાહ અને તેના પયગંબર માટે અને સગાં સંબંધીઓ માટે, અનાથો તથા લાચારો માટે અને મુસાફરો માટે છે, જો તમે અલ્લાહ પર ઈમાન ધરાવતા હોવ અને તે વસ્તુ (વિજય અને મદદ) પર જેને અમે પોતાના બંદા પર તે દિવસે ઉતારી હતી, જ્યારે કે બન્ને લશ્કરો વચ્ચે યુદ્ધ થયું અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.